બંધારણના એકમાત્ર ઘડવૈયા ડો .બાબાસાહેબ આંબેડકર

60.00

બંધારણ ઘડતરમાં કોનો કોનો, શું શું ફાળો હતો? એ વાતને લઈને અલગ અલગ લેખકો ધ્વારા, અલગ અલગ તારણો મુકવામાં આવ્યા છે. અને ઐતિહાસિક પુરાવા, દસ્તાવેજોની ઘોર ઉપેક્ષા કરીને, મનઘડંત રીતે ઈતિહાસ લોકો સમક્ષ મુકવામાં આવી રહ્યો છે. વળી, આવા પૂર્વગ્રહ અને અધુરી માહિતીવાળા લેખનને આધાર બનાવીને બીજા લેખકોએ પણ ખુબ લખ્યું છે. અને નવાઈની વાત તો એ છે કે આ લોકોએ “Constitution Assembly Debate” ના વોલ્યુમ કે જે સૌથી આધારભૂત સ્ત્રોત છે, તે વાંચવાની જરા પણ તસ્દી લીધી નથી.

અને એટલે જ બધાં જ નાગરિકોને સત્યની જાણ થાય, તે હેતુથી, આ પુસ્તક પ્રકાશિત કરવાની અમોને પ્રેરણા મળી. આ પુસ્તકથી એ સ્પષ્ટ થઈ જશે કે ડૉ. બાબાસાહેબે બંધારણના ઘડતરમાં કેટલું અનન્ય અને અમુલ્ય યોગદાન આપ્યું છે. આ પુસ્તકને ચેલેન્જ કરવાની છૂટ. પુસ્તક નાનું, સસ્તુ અને સરળ રાખવામાં આવ્યું છે કે જેથી વધુમાં વધુ ખરીદાય અને વધુમાં વધુ લોકો તેને વાંચે.

૬૪ પાનાનાં આ પુસ્તકમાં,
૧. બંધારણ માટે ૧૯૪૮ પહેલાં થયેલા પ્રયાસો,
૨. ડૉ. બાબાસાહેબનો બંધારણ સભામાં પ્રવેશ,
૩. ભારત-પાકિસ્તાન ભાગલાથી જેસોર વિસ્તાર પાકિસ્તાનમાં જતાં, ડૉ. બાબાસાહેબનો બંધારણસભામાં પુનઃપ્રવેશ,
૪. બંધારણનાં ઘડતરમાં કોણે શું શું કામ કર્યું?,
૫. અને બંધારણ ઘડતરનું કામ પુરુ થયાં બાદ, કોણે શું કહ્યુ?૬. મહાપ્રાણ જોગેન્દ્રનાથ માન્ડલની ઐતિહાસિક ભૂમિકા,
૭. ડૉ. બાબાસાહેબનું સંવિધાનસભામાં પહેલું ભાષણ,
૮. ડૉ. બાબાસાહેબનું સંવિધાનસભામાં છેલ્લું ભાષણ,
આ બધુ જ, આ પુસ્તકમાં તમે વાંચી શકશો. (આધારભૂત પુરાવા-માહીતી-સંદર્ભો સાથે.)

લેખક શ્રી ડૉ. અમિત પી. જ્યોતીકર, આંબેડકરી સાહિત્યના ખુબ જાણકાર છે. ડૉ. અમિતભાઈ સંશોધક-ઇતિહાસકાર ડૉ. પી. જી. જ્યોતિકરના પુત્ર છે અને ઈતિહાસને તેનાં મૂળરૂપે લોકો સમક્ષ કેવી રીતે મુકવો, તે ખુબ સારી રીતે જાણે છે. આ ઉપરાંત તેમની નિયમિત લેખશ્રેણી “ડૉ. આંબેડકરની જીવન ઝરમર” અનુસુચિત જાતી સૌરભમાં પ્રકાશિત થાય છે.

સૌ નાગરિકોને વિનંતી કે આ ૨૩ સપ્ટેમ્બર એપ્રિલ ૨૦૨૦, “ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતી” પ્રસંગે, વધુમાં વધુ આ પુસ્તક ખરીદે અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે.

આ પુસ્તકનો એટલો પ્રસાર પ્રચાર કરો કે આવતી ૧૪ એપ્રિલ, ૧૫ ઓગષ્ટ કે ૨૬ જાન્યુઆરીએ કોઇપણ લેખક, ડૉ. બાબાસાહેબના બંધારણ ઘડતરની ભૂમિકામાં કોઇપણ પ્રકારનો બફાટ ના કરે અને આ જ આપણી સાચી જીત છે.

“સત્યને એટલું બુલંદ કરો કે જુઠ આપોઆપ અલોપ થઈ જાય.”

Buy now Read more