Additional information
Weight | 146 g |
---|
₹30.00 Original price was: ₹30.00.₹27.00Current price is: ₹27.00.
સંત રવિદાસે ગૌતમ બુદ્ધની જેમ જ સમગ્ર જીવન દરમ્યાન ખૂબ ભ્રમણ કર્યું હતું અને ઉપદેશ આપ્યા હતા. તેઓ સ્વર્ગ, નર્ક, બ્રાહ્મણો દ્વારા પ્રચાર કરવામાં આવતા કર્મકાંડો, માળા, તિલક વિગેરેનો વિરોધ કરતા હતા અને બુદ્ધની જેમ જ નૈતિક આચરણ દ્વારા પ્રેમ અને ભાઈચારાથી એકબીજા સાથે કેમ જીવવું તેની વાતો કરતા હતા.
અન્ય બહુજન મહાપુરુષોની જેમ જ સંત રૈદાસના અનુયાયીઓ તેમની મૂર્તિઓ પૂજવામાં રહી ગયા અને મનુવાદી લોકોએ લખાણો (સાહિત્ય) દ્વારા તેમની સાથે ચમત્કારો અને અન્ય વાર્તાઓ જોડી તેમનું બ્રાહ્મણીકરણ કરી નાંખ્યું. અને એટલે જ જે સંત રવિદાસ કર્મકાંડ, ટિલા, ટપકાં, માળા વિગેરેના વિરોધી હતા, આજે તેમના ફોટાઓમાં ટીલા, ટપકાં, માળા જોવા મળે છે. અને તેમના પોતાની છાતી ચીરી સોનાની જનોઈ બતાવવાની વાત પ્રચલિત થઈ છે.
સંત રવિદાસ ચમત્કારોના વિરોધી હતા, બ્રાહ્મણવાદના વિરોધી હતા, ઊંચ-નીચના વિરોધી હતા. તો પોતાની છાતી ચીરી, જનોઈ બતાવી, પોતાને બ્રાહ્મણ કેવી રીતે બતાવે ? સંત રવિદાસજીને માનનાર લોકોએ આ વિચારવું જોઈએ. 🙏
સૌ વાચકોને અપીલ છે કે સંત રૈદાસના પદો વાંચો અને તેમણે આપેલ બોધ (ઉપદેશ) જીવનમાં ઉતારવા પ્રયત્ન કરો. સાચા સંત હંમેશા તેમની વાણી (ઉપદેશ) માં હોય છે.
સંત રવિદાસને લગતા ત્રણ પુસ્તકો શરૂઆત બુકસ્ટોર પરથી મળી રહેશે.
1 in stock
Weight | 146 g |
---|
Reviews
There are no reviews yet.