Additional information
Weight | 399 g |
---|
₹150.00
બુદ્ધલીલા
શીલ-સમાધિ-પ્રજ્ઞા ને ઉપદેશિત કરતો ગૌતમ બુદ્ધ દ્વારા પ્રણિત આ ધર્મ આજે પણ વિશ્વના અનેક દેશોમાં પ્રચલિત છે. તેમાં નિર્દેશેલા માધ્યમમાર્ગના સિદ્ધાંતે અનેક લોકો પ્રભાવિત કર્યા છે અને આજે 2700 વર્ષ પછી પણ તેનું મહત્વ અક્ષુણ્ણ રહ્યું છે.
ગૌતમબુદ્ધની જીવનચર્યા સાથે તેમના ધર્મકથાનકોનો પણ લોકોને પરિચિત થાય તથા મૂળ ત્રિપિટકના પાલી સાહિત્ય નું દિગ્દર્શન કરાવી શકાય તે માટે શકોસમ્બીજી એ પુસ્તકના પેહલા ભાગમાં બુધ્ધપ્રાપ્તિની યોગ્યતા કેળવવા પૂર્વજન્મોમાં ક્યાં સદગુણોની પારમિતા સિદ્ધ કરી હતી, તે દર્શાવવા જાતકથાઓ અને તેની અટઠકથાઓ ની રજૂઆત કરી છે.
પુસ્તકના બીજા અને ત્રીજા ભાગમાં મૂળ વિનયપિટક અને સુત્તપિટકને આધારે બુદ્ધનું જીવન અને તેમના ધર્મોપદેશનું કથાત્મક રીતે નિરૂપણ કર્યું છે . સહજ અને સરળ ભાષામાં લોકો બુદ્ધ ધર્મને સમજી શકે તેવી લેખનશેલી ને કારણે આ ગ્રંથ લોકપ્રિય પણ બનેલો છે.
ધર્મના સાચા હાર્દને સમજવવા માટે અને બૌદ્ધ ધર્મનો પરિચય મેળવવા માટે પ્રસ્તુત ગ્રંથ સૌને માટે માર્ગદર્શક બની રહે તેવી શ્રદ્ધા છે.
4 in stock (can be backordered)
Weight | 399 g |
---|