Additional information
Weight | 360 g |
---|
₹300.00
ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલ ૨૨ પ્રતિજ્ઞાઓ
૧. હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશને ઈશ્વર માનીશ નહિ તેમજ તેમની પૂજા કરીશ નહીં.
૨. હું રામ-કૃષ્ણને ઈશ્વર માનીશ નહિ તેમજ તેમની પૂજા કરીશ નહીં.
૩. હું ગૌરી-ગણપતિ ઇત્યાદિ કોઈ પણ હિન્દુ દેવદેવીને માનીશ નહીં.
૪. ઈશ્વરે અવતાર લીધો છે તેવી વાતમાં હું માનીશ નહીં.
૫. તથાગત બુદ્ધ વિષ્ણુનો અવતાર છે તેવો જૂઠો પ્રચાર હું કરીશ નહીં.
૬. હું શ્રાદ્ધ તથા પિંડદાન કદાપિ કરી-કરાવીશ નહીં.
૭. હું બૌદ્ધ ધર્મ વિરુદ્ધનું કોઈ આચરણ કરીશ નહીં.
૮. હું કોઈપણ ધાર્મિક ક્રિયાકર્મ બ્રાહ્મણના હાથે કરાવીશ નહીં.
૯. હું બધા મનુષ્યો એક છે તે સિદ્ધાંતને જ માનીશ.
૧૦. હું ભગવાન બુદ્ધના ‘’અષ્ટાંગ માર્ગ’”નું સંપૂર્ણપણે પાલન કરીશ.
૧૧. હું ભગવાન બુદ્ધે દર્શાવેલ દ્રશ્ય મિત્તાનું પાલન કરીશ.
૧૨. હું ભગવાન બુદ્ધે દર્શાવેલ દશ પરમિતાનું પાલન કરીશ.
૧૩. હું પ્રાણી માત્ર પર કરુણા કરી તેમનું લાલન-પાલન કરીશ.
૧૪. હું ચોરી કરીશ નહીં.
૧૫. હું અસત્ય બોલીશ નહીં.
૧૬. હું વ્યભિચાર કરીશ નહીં.
૧૭..હું શરાબ વિગેરે કેફી દ્રવ્યોથી દૂર રહીશ.
૧૮. પ્રશાશીલ કરુણાના બૌદ્ધ ધમ્મના સિદ્ધાંતો અનુસાર મારા જીવનને ઢાળવા પ્રયત્ન કરીશ.
૧૯. માનવ ઉત્કર્ષને હાનિકારણ તથા ઊંચનીચ, અસમાનતાવાળા જૂના હિન્દુ ધર્મનો ત્યાગ કરી, હું આજે બૌદ્ધ ધમ્મનો સ્વીકાર કરું છું.
૨૦.હું માનું છું કે મારો (આજથી) પુનર્જન્મ થયો છે.
૨૧. મારો સંપૂર્ણ અટલ વિશ્વાસ છે કે બૌદ્ધ ધર્મ એ જ સદધર્મ છે.
૨૨. હું પવિત્ર પ્રતિજ્ઞા લઉં છું કે, આજથી બૌદ્ધ ધમ્મના આદેશ અનુસાર આચરણ કરીશ.
1. બાવીસ પ્રતિજ્ઞાઓ
પાનાં સંખ્યા 194
કિંમત 300
10 in stock
Weight | 360 g |
---|