Additional information
Weight | 333 g |
---|
₹125.00
આધુનિક વિજ્ઞાનના પિતા ડેકાર્ટેએ કહ્યું હતું કે પોતાના વિચાર સ્પષ્ટ અને અલગ હોવા જોઈએ અને તે તે શંકાથી પણ ઉપર હોવા જોઈએ. આ જ વાત તથાગત બુદ્ધે લગભગ અઢી હજાર વર્ષ પહેલાં ભિક્ષુઓ અને ઉપાસકોને કહી હતી,જ્યાં સુધી સત્યની પ્રાપ્તિ નથી થતી ત્યાર સુધી ચર્ચા ,પુનઃ ચર્ચા અને તર્ક કરતા રહેવું જોઈએ.અસત્ય મૂંઝવણ પેદા કરે છે અને મૂંઝવણની સ્થિતિમાં મનુષ્ય ક્યારે પણ જીવનના સર્વોચ્ચ લક્ષણો જેમ કે પ્રજ્ઞા, શીલ, મૈત્રી અને કરુણા વગેરે પ્રાપ્ત કરી શકતો નથી અને તે ભટકી જાય છે.
ભગવાન બુદ્ધે તેમના પ્રવચનોમાં કહ્યું છે કે હું બીજા મનુષ્યની માફક પ્રકૃતિ પુત્ર છું. તેમને કહ્યું કે મારા પણ માતા-પિતા હતા હું પણ એજ પ્રકારની પક્રિયાથી જન્મ્યો છું જે પક્રિયાથી જે રીતે દરેક મનુષ્યનો જન્મ થયો છે. મહામાનવ બુદ્ધ હિંદુઓની જેમ મનુષ્યના અપ્રાકૃતિક જન્મમાં વિશ્વાસ નથી કરતા,હિંદુઓમાં કોઈ કાનમાંથી જન્મ લીધો તો કોઈએ ઘોડાથી તો કોઈ હરણ માંથી જન્મ થયો છે. બુદ્ધે ક્યારે કૃષ્ણની માફક ક્યારે પણ ઈશ્વર અને વિષ્ણુનો અવતાર કે તેમને બતાવેલા માર્ગને ક્યારે ઈશ્વરનો આદેશ કહ્યું નથી . તેમને કહ્યું છે કે મારો સિદ્ધાંત મનુષ્યના કલ્યાણ અને હિત માટે મનુષ્ય દ્વારા શોધાયેલો માર્ગ છે. તેનું પાલન કરશો તો તમારું કલ્યાણ થશે અને જો તેનું પાલન નહીં કરો તો તમારું કલ્યાણ થવાનું નથી.
બ્રાહ્મણએ બહુ જ ચાલક અને હોશિયાર છે તેમણે જોયું કે આખા ભારતમાં બુદ્ધનું વર્ચસ્વ અને તેમના ધર્મનો ઝંડો ખુબ જ ઉંચાઈ પર છે અને બ્રાહ્મણવાદ જમીનમાં દટાઈ ગયો છે.ત્યારે તેમને બૌદ્ધોને પોતાના માર્ગ પરથી ભટકવવા માટે કાલ્પનિક અને પૌરાણિક બુદ્ધને જન્મ આપીને બુદ્ધને વિષ્ણુના નવમા અવતાર તરીકે જાહેર કરવામાં આવ્યા. હિન્દુ ધર્મમાં મૂળ ગ્રંથ પુરાણો છે અને તેમની સંખ્યા લગભગ અઢાર હોવાનું કહેવાય છે.
લોકો બુદ્ધને વિષ્ણુનો અવતાર માને છે એનો મુખ્ય આધાર પુરાણોમાં છે. મહત્વની વાત એ છે કે બધા પુરાણો ભગવાન બુદ્ધને વિષ્ણુના અવતાર નથી માનતા અને કેટલાક પુરાણો તેમને વિષ્ણુના નવમા અવતાર તરીકે માને છે. જ્યારે અન્ય લોકો દત્તાત્રેયને વિષ્ણુના નવમાં અવતાર તરીકે માને છે. આનો મતલબ એટલો જ છે કે બૌદ્ધોમાં શંકા પેદા કરવા માટે બ્રાહ્મણોએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને બૌદ્ધોને અંધશ્રદ્ધા, ચારિત્રહીન અને ગેરમાર્ગે દોરવા માટે આવી ખોટી અફવાઓ ફેલાવાનું કામ કર્યું છે.
14 in stock
Weight | 333 g |
---|