सम्मान के लिए धर्म परिवर्तन करें

50.00

❇️જાતિવાદની ચરમ સીમા નો અનુભવ કરતી જાતિનો જાતિવાદી ધર્મ પ્રત્યેનો ગળાડુબ લગાવ અને પ્રેમ
મારા એક મિત્ર દ્રારા એના બાળકને સ્કૂલમાં પ્રવેશ આપતી વખતે
સ્કૂલના રેકર્ડમાં ધર્મનાં કોલમ માં બોદ્ધ લખાવેલ.
સ્કૂલમાં આચાર્ય મુસ્લિમ હોવાથી એમને તો કોઈ તકલીફ થઈ નહિ એમણે સ્કૂલ રેકર્ડમાં ધર્મ ના કોલમમાં બોદ્ધ લખી દીધું અને જ્યારે જાતિ અને પેટા જ્ઞાતિ નું પૂછવામાં આવેલ ત્યારે
મારા મિત્રએ સ્કૂલના પ્રિન્સિપાલ ને કહ્યું કે બોદ્ધ તરીકે જાતિ અને પેટા જ્ઞાતિનું કોલમમાં કહી જ લખવું નહિ કારણકે જાતિ માંથી મૂક્ત કરવા માટે જ હું મારા બાળકને જાતિવિહિન બોદ્ધ ધમ્મ ની ભેટ આપું છું.
મુસ્લિમ આચાર્યે આ બઘું સહજ રીતે સરકારી દફતરે નોંધી લીધું પરંતુ
બાજુમા ઊભેલા આપણે સમાજના એક વાલ્મિકી શિક્ષકને આ ના ગમ્યું
એણે આ મારા મિત્રને બાજુમાં બોલાવીને પૂછ્યું કે
તમે આ ખોટું કરી રહ્યા છો
ધર્મ શું કામ બદલવો પડે છે?
એના ચહેરા ના હાવભાવ અને પ્રતિક્રિયા થી એ માણસ મારા મિત્રના ધર્મ પરિવર્તન ને કારણે ખૂબ જ દુઃખી થઇ ગયો હોય એવું સ્પષ્ટ દેખાતું હતું.
મારા મિત્રએ એમને કહ્યું
સાહેબ હું પણ તમારી જેમ સરકારી કર્મચારી છું અને એ પણ કોર્ટમાં નોકરી કરું છું.
મને જાતિ માં રહેવું ગમતું નથી અને મારા બાળકને આ વળગણ ની અસર ના થાય એના ઉજ્જવળ ભવિષ્ય ના નિર્માણ માત્ર હું એને જાતિવાદ થી મૂક્ત કરવાં માંગુ છું.
પેલો શિક્ષક કહે પણ ધર્મ બદલવો ના જોઇએ ધર્મ આપણે જાળવી રાખવો જોઈએ.
મારા મિત્રએ એમને કહ્યું જે ધર્મમાં મનુષ્ય મનુષ્ય વચ્ચે ભેદભાવ છે એ ધર્મ ના કહેવાય એને અધર્મ કહેવાય અને અધર્મમાં રહેવું પાપ છે.
ડૉ બાબાસાહેબ આંબેડકરે પણ ધર્મ પરિવર્તન કર્યું હતું અને વિશ્વના સૌથી જ્ઞાની વ્યક્તિના માર્ગે આગળ વધવું એ મારા માટે ગૌરવની વાત છે.
પેલા શિક્ષક ભાઈનું મોઢું ઉતરી ગયું જાણે એની લંકા લૂંટાઈ ગઇ.
ધર્મનો મોહ અને આકર્ષણ જેમ જાતિ નીચેના ક્રમમાં હોય એમ પ્રમાણ માં વધું હોય છે.
ખરેખર ડૉ બાબાસાહેબ આંબેડકર નું આ વિધાન સત્ય છે
” જાતિવાદી ધર્મ પ્રત્યેનો અનહદ લગાવ એ આપણા સમાજની સૌથી મોટી કમજોરી છે”
✍🏻 Dinesh Bauddh

13 in stock

Additional information

Weight 199 g

Reviews

There are no reviews yet.

Be the first to review “सम्मान के लिए धर्म परिवर्तन करें”

Your email address will not be published. Required fields are marked *