*બહુજન મૂવમેન્ટમાં શરૂઆત કરો એટલે તકલીફ તો પડે જ.*
દક્ષિણ ભારતના માલધારી સમાજમાંથી આવતા પેરિયાર ઈ. વી. રામાસામીએ
આ પુસ્તક પેરિયાર The True Reading of Ramayana લખ્યું હતું. રામાસામીએ ૪૦ વર્ષ સુધી અલગ અલગ રામાયણનો અભ્યાસ કરીને, વાલ્મીકિ રામાયણના સંદર્ભ સાથે આ પુસ્તક લખ્યું હતું, જે રામાયણમાં હતું તે જ લખ્યું હતું, છતાં રામાયણના પાત્રોની અસલિયત વાંચીને પોતાને હિંદુ, સનાતની કહેતા લોકો ભડક્યા અને તેમના પર કેસ કરી દીધો. પેરિયાર કેસ જીતી ગયા પણ ત્યાં સુધી જેલ જાવું પડ્યું, પુસ્તકો જપ્ત થઈ ગયા, તેમના વિશે નેગેટિવ બોલાયું, આ બધામાંથી પસાર થવું પડ્યું.
પછી ઘણા દાયકા બાદ,
યાદવ વંશમાં, ઉત્તર પ્રદેશમાં, એક માણસ થઈ ગયા. નામ લલઈ સિંહ યાદવ. તેમણે પેરિયાર ઈ. વી. રામાસામી વિશે જાણ્યું અને તેમને ઈચ્છા થઈ કે પેરિયાર વિશે ઉત્તર ભારતના લોકોએ પણ જાણવું જોઈએ. પેરિયાર ઉત્તર ભારતમાં પ્રવાસ ઉપર નીકળ્યા ત્યારે તેમની મુલાકાત લલઇ સિંહ યાદવ સાથે થઈ. પેરિયારનું સાહિત્ય ફકત તમિલમાં ઉપલબ્ધ હતું અને ઉત્તર ભારતમાં હિંદી ભાષા ચાલે, તમિલ કોઈ સમજે નહિ. એટલે લલઈ સિંહે ઈ. વી. રામાસામીનું પુસ્તક “The True Reading of Ramayana” હિન્દીમાં અનુવાદ કરીને છાપવા માટે પેરિયાર રામા સામી પાસે અનુમતિ માંગી. ૦૧/૦૭/૧૯૬૮ ના રોજ પેરિયાર રામાસામીએ લલઇ સિંહ યાદવને પોતાના પુસ્તકને હિન્દીમાં અનુવાદ કરી પ્રકાશિત કરવાની મંજૂરી આપી. લલઈ સિંહ યાદવે ૦૧/૦૭/૧૯૬૯ ના રોજ તે પુસ્તકને હિન્દીમાં અનુવાદ કરી નામ “સચ્ચી રામાયણ” શીર્ષક સાથે પ્રકાશિત કર્યું.
Showing all 7 resultsSorted by latest
-
સાચી રામાયણ
₹110.00 -
પેરિયાર ઈ. વી. રામાસામી – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
₹15.00 -
पेरियार सचित्र जीवनी
₹80.00 -
पेरियार महान
₹100.00 -
उत्तर भारत का पेरियार ललई सिंह यादव
₹70.00 -
Sale!
ई.वी.रामासामी पेरियार दर्शन-चिंतन और सच्ची रामायण
Original price was: ₹220.00.₹198.00Current price is: ₹198.00. -
पेरियार और बौद्ध धर्म
₹35.00