Additional information
Weight | 790 g |
---|
₹600.00
ભગવાન બુદ્ધના પોતાના જેટલા પૂર્વજન્મો થયા હતા તે બધા જન્મોની કથાઓને જાતક કહેવાય છે. બુદ્ધ થતાં પહેલાં જે-તે જન્મોમાં જેજે રૂપ ધારણ કરેલાં, તેને બોદ્ધિસત્ત્વ કહેવાય છે. બોધિસત્ત્વ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, ચાંડાલ, પશુ-પક્ષી વગેરે બધા જન્મો ધારણ કરે છે, તેથી બોધિસત્ત્વોની સંખ્યા સેંકડોની છે. પ્રત્યેક જાતકની કથા પોતાની અર્થાત્ બોધિસત્ત્વની જ કથા હોય છે. તે-તે જન્મોમાં બોધિસત્ત્વની સાથેનાં પાત્રો પણ લગભગ બુદ્ધના બધા સહયોગીઓ અથવા વિરોધી દેવદત્ત વગેરે હોય છે. આ આખી મંડળી પૂર્વના સેંકડો જન્મોમાં સાથે જ ફરતી-ફરતી બુદ્ધકાળમાં શત્રુ-મિત્ર-રૂપથી ભેગી થયેલી છે. બુદ્ધનો કાયમી શત્રુ બ્રહ્મદત્ત છે. તે હંમેશાં વિરોધી રહ્યો છે અને સંતાપતો રહ્યો છે. તેને સ્થાયી શત્રુ કહી શકાય. આવું જ મહાવી૨ માટે ગોશાલ છે. બૌદ્ધધર્મ ત્યાગપ્રધાન હોવાથી લગભગ પ્રત્યેક જાતકની સમાપ્તિ પરિવ્રજ્યા અર્થાત્ સંન્યાસમાં પરિણત થાય છે. આ મુદ્દો ખાસ યાદ રાખવા જેવો છે. લગભગ બધાં જાતકોની ઘટના વારાણસી, ઉરુબેલા વગેરે સ્થાનોમાં કાશીરાજ બ્રહ્મદત્તના સમયમાં ઘટેલી બતાવાઈ છે.
2 in stock
Weight | 790 g |
---|