Additional information
Weight | 999 g |
---|
₹300.00
*અશોક વિજયા દશમી તહેવાર કોનો?*
– ડૉ. બાબાસાહેબ અને બુદ્ધિઝમને શુ કનેક્શન છે?
– બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા ડૉ. બાબાસાહેબ આંબેડકરે અશોક વિજયા દશમી જ કેમ પસંદ કર્યું?
– આજના તહેવારના નામમાંથી હિંદુ કેલેન્ડરોમાંથી અશોકનું નામ કેમ કાઢી નાંખવામાં આવ્યું છે?
– માહિસાસુર અસુર છે તો અસુરનો મતલબ શુ થાય?
– રાવણ રાક્ષસ છે તો રાક્ષસનો મતલબ શુ થાય?
– આદિવાસીઓ મહિસાસુરની પૂજા કેમ કરે છે?
– સોશિઅલ મીડિયામાં ઘણા લોકો પોતાના નામ પાછળ રાવણ કેમ લખાવે છે?
– દેવદિવાળીનું બૌદ્ધ ધર્મ સાથે શુ કનેક્શન છે?
– સંસ્કૃત પહેલાની પાલી, પાકૃત, બ્રાહ્મી ભાષા જે ભારતનો સામાન્ય માણસ બોલતો હતો, તેના વિશે તમે શું જાણો છો?
*આવા બધા પ્રશ્નો તમને થવા જોઈએ. બધું જ માની લેવાની વૃત્તિ જ સમાજમાં ચેતનાને નષ્ટ કરે છે.* ભારત અસંખ્ય સભ્યતાઓનો દેશ છે. તેની વિવિધતા જાણવી જોઈએ અને તે વિવિધતામાં એકતા કેવી રીતે બની રહે તે વિચારવું જોઈએ.
*આ જ રીતે પૂના કરાર* – કે જેને અમુક લોકો ફક્ત નિંદા જ કરે છે, તે બાબતે પણ ગેરમાન્યતાઓ, ખોટી સમજણ પ્રવર્તે છે. “પૂના કરાર” નું સંપૂર્ણ તથ્ય ઉજાગર કરતું ગુજરાતીમાં પુસ્તક આજે લોન્ચ થવા જઈ રહ્યું છે. સૌને નમ્ર વિનંતી કે આજના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આવજો અને આ પુસ્તક ખરીદી જરૂરથી વાંચજો.
૧. કોમી ચુકાદામાં દલિતોને શુ મળ્યું હતું?
૨. પૂના કરારમાં શુ મળ્યું? શુ છીનવાયું?
૩. ભારતના સંવિધાનમાં શુ શુ મળ્યું?
આ ત્રણ પ્રશ્નોના જવાબો મળશે એટલે પૂના કરાર બાબતે કોઈ તમને ગેરમાર્ગે નહિ દોરી શકે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે “ધિક્કાર દિવસ” ઉજવવા કહ્યું હતું કે “પૂના કરાર – સ્મૃતિ દિન” ઉજવવા કહ્યું હતું? તે જાણવા મળશે.
ઐતિહાસિક તથ્યો, દસ્તાવેજો, ડૉ. બાબાસાહેબના જ છાપા, લખાણોના પુરાવા સાથેનું સંશોધનાત્મક પુસ્તક એટલે પૂના કરાર.
21 in stock
Weight | 999 g |
---|