Additional information
| Weight | 699 g |
|---|
₹160.00
જાતિ ભારતની એક પ્રાચીન જાતિ અને ઐતિહાસિક જાતિ છે.
સૌરાષ્ટ્રના આહીરોના રાસ, દાંડિયારાસ, ગરબા, ભજન, દોહા, છંદ, ભરતગૂંથણ વગેરે લોકકલા દેશમાં પ્રખ્યાત છે. આ જાતિના લોકો પોતાને ભગવાન કૃષ્ણના વંશજ માને છે. દ્વાપરયુગમાં જરાસંઘના આક્રમણથી ત્રાસીને કૃષ્ણની સાથે તેમના પૂર્વજ મથુરા છોડીને દ્વારિકા તથા સૌરાષ્ટ્રની પાવન ભૂમિમાં આવ્યા હતા એ તેમની માન્યતા છે. કેટલાક આહીર લોકોની એ પણ માન્યતા છે કે તેમના પૂર્વજ ગોકુળ અને વ્રજ ભૂમિમાં રહેતા કૃષ્ણના સખા ગ્વાલ-બાલ હતા. ગોકુળના નંદરાયજી તેમના પૂર્વપુરુષ હતા. વાસ્તવિકતા જે પણ હોય, પરંતુ, એ સત્ય છે કે, આહીર જાતિ ભારતની એક પ્રાચીન જાતિ અને ઐતિહાસિક જાતિ છે. તેનો ઉલ્લેખ રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત, રામચરિતમાનસ, સૂરસાગર, હરિવંશપુરાણ, વિષ્ણુપુરાણ વગેરેમાં જોવા મળે છે. સમયની સાથે સાથે તેમના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે. આ પુસ્તક સૌરાષ્ટ્રના આહીર જાતિના વર્તમાન સામાજિક, આર્થિક જીવન, સંસ્કૃતિ તથા પરિવર્તનના સંબંધમાં જાણકારી પ્રદાન કરવાનો એક લઘુ પ્રયાસ છે.
5 in stock
| Weight | 699 g |
|---|