બહુજન ગીતમાળા

60.00

મેં લખેલાં બધાં કાવ્યો/ગીતો ગેય છે. તેમાં ભગવાન બુધ્ધનાં, સમાજોત્થાનના, ડૉ.બાબા સાહેબ આંબેડકરના અને ક્રાંતિકારી શૌર્યગીતોનો સમાવેશ થાય છે. આધુનિક કાળમાં દલિત-શોષિત સમાજે કેવી જીવનશૈલી અપનાવવી જોઈએ તેના ઉપર મેં ખૂબ જ ભાર મૂક્યો છે. વ્યાખ્યાન અને સ્પીચ કરતાં આજે સંગીત દ્વારા સંદેશની બોલબાલા ખૂબ છે. તે દિશામાં મેં એક સ્તુત્ય પ્રયત્ન કર્યો છે. વિવિધ દલિત કવિતાઓમાં મેં અનેક ઢાળોમાં જુદાં-જુદાં વિષયો પર પ્રકાશ પાડ્યો છે. ઘણાં કાવ્યોમાં ઢાળ એક હશે પરંતુ વિષય અને સંવેદનાઓ અને સંદેશ અલગ જ વાંચવા મળશે. આપણી ઉણપોને સ્વીકારી નવપલ્લવિત થવું એ પણ એક સદ્ગુણ છે. સાચું કહીએ તો વર્ણાશ્રમના પાપે આપણે ભક્તિ-ભજન સિવાય બધી જ વિદ્યાઓથી વંચિત હતા. બાબાસાહેબના બંધારણના પ્રતાપે હવે આપણને મોકો મળ્યો છે, સર્વાંગી વિકાસ સાધી લેવાનો અને સમકક્ષ વિઘ્નતા હાંસલ કરવાનો. ચૂક્યા તો ગુલામીનો ગાળિયો તૈયાર જ છે.
વર્તમાનામાં સંગઠન એ જ શક્તિ છે. S.C., S.T, OBC નું બળ ત્રિસંગ તરીકે ઓળખાય છે. તે જો એકજૂટ થઈ જાય તો બંધારણના બધા જ હક્ક બહુજન સમાજને મળે. એ ભૂલવું ના જોઈએ અને એટલા માટે મેં એકતાના ગીતોને દોહરાવ્યા છે.
મારી કવિતાઓમાં કલ્પનાની દુનિયાનો સ્વૈરવિહાર વાંચવા નહી મળે. કિંતુ દર્દની દવા શોધીને તેને ગેય સ્વરૂપે પીવડાવવાનો મેં નમ્ર પ્રયાસ કર્યો છે. વર્તમાનમાં યંત્ર યુગ ચાલે છે. જેના દ્વાર જનસામાન્ય માટે ખુલ્લાં છે. જમાનાએ કરવટ બદલી છે. આજે યંત્રવિદ્યા અને ટૅકનોલૉજીનો યુગ છે. તલવારનો નહિ, બુધ્ધિબળનો જમાનો છે. વુધ્ધિ: યસ્ય વર્ણ તસ્ય । જિસકે હાથમેં હોગી લાઠી (બુધ્ધિબળની) ભેંસ વોહી લે જાયેગા. એ ન્યાય પ્રવર્તે છે. આ પરિસ્થિતિમાં દલિતો-વંચિતો જો જમાના સાથે કદમ નહિ મિલાવે તો વાંક કોનો ? માટે શોષિતોએ સક્ષમ બનવું જ પડશે. પછી ગરીબી, અસ્પૃષ્યતા આપણને નિર્માલ્ય નહિ કરી શકે. મારા ગીતોમાં આ જ પદાર્થોને મેં પ્રકાશિત કર્યા છે.

6 in stock

Additional information

Weight 260 g

Reviews

There are no reviews yet.

Be the first to review “બહુજન ગીતમાળા”

Your email address will not be published. Required fields are marked *