Posted on Leave a comment

શરૂઆતને નવ વર્ષ પૂર્ણ – સૌનો ખુબ ખુબ આભાર

૧ સપ્ટેમ્બર ૨૦૨૫

આજે શરૂઆત પબ્લિકેશન અને બુકસ્ટોરનો જન્મદિવસ છે.

nine years of Sharuaat publication bookstore

શરૂઆતને આજે ૯ વર્ષ પૂર્ણ થયા.

આ ૯ વર્ષમાં,

શરૂઆત ઈ મેગેઝિન,

શરૂઆત મેગેઝિન (હાર્ડ કોપી),

શરૂઆત બુકસ્ટોર,

શરૂઆત પબ્લિકેશન,

શરૂઆત સાહિત્ય સંઘ,

શરૂઆત પુસ્તક મેળો,

દ્વારા બહુજન સાહિત્યના વિકાસ, સંવર્ધન માટે વિવિધ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા, વેચાણ કરવામાં આવ્યું અને સાહિત્ય – સમાજને લાગતી અન્ય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી.

આપ સૌના સાથ સહકાર, આશીર્વાદથી,

૧) શરૂઆત પબ્લિકેશનના માધ્યમથી ૬૦ થી વધુ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા.

૨) આશરે ૧૫ જેટલા અન્ય પ્રકાશનોના પુસ્તકો વેચાણ માટે ઉપલબ્ધ છે. જેની સંખ્યા આજે ૮૦૦ જેટલી થાય છે.

૩) ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને મરાઠી ભાષામાં પુસ્તકો ઉપલબ્ધ છે.

૪) પોસ્ટ અને કુરિયરના માધ્યમથી સમગ્ર ભારતમાં પુસ્તકો મોકલવામાં આવે છે.

૫) આ નવ વર્ષમાં આશરે ૧૫ જેટલા પુસ્તક મેળાનું આયોજન કરી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાચકો સુધી પુસ્તકો પહોંચાડવામાં આવ્યા.

૬) શરૂઆત સાહિત્ય સંઘ દ્વારા બે “દલિત આદિવાસી કવિ સંમેલન” નું આયોજન કરવામાં આવ્યું.

૭) શરૂઆત સાહિત્ય સંઘ દ્વારા બે કાર્યક્રમો કરી ગુજરાતી સાહિત્યકારો અને સમાજના બુદ્ધિજીવીઓના સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યા.

૮) શરૂઆત ઈ મેગેઝિન દ્વારા ૧૫ અંકો અને શરૂઆત મેગેઝિન (હાર્ડ કોપી) દ્વારા ૧૨ અંકો પ્રકાશિત કરવામાં આવ્યા. મેગેઝિન અને ઈ મેગેઝિન ના માધ્યમથી આશરે ૪૦ થી વધારે લેખકોને પ્રથમ વખત પોતાનો લેખ છપાવવાની તક પ્રાપ્ત થઈ.

૯) શરૂઆત પબ્લિકેશન દ્વારા યુવા લેખકોને પ્રોત્સાહન આપી, પુસ્તકો લખાવી, આશરે ૧૨ જેટલા લેખકો તૈયાર કરવામાં આવ્યા.

આમ, ૯ વર્ષમાં આ ૯ ઉપલબ્ધિ શરૂઆતે હાંસલ કરી છે.

આ એક માણસનું કામ નથી.

શરૂઆત બુકસ્ટોર અને પબ્લિકેશનને બનાવવામાં અને તેને આ ઊંચાઈ પર પહોંચાડવામાં અસંખ્ય મિત્રોનો, વડીલોનો, શુભેચ્છકો, વાચકોનો, લેખકોનો ફાળો રહ્યો છે.

કેટલાક સાથીઓ સમય સાથે વિખૂટા પડી ગયા છે, સંપર્કમાં નથી, તેમનો પણ ફાળો રહ્યો છે.

થોડાઘણા અંશે ટીકાકારોએ, વિરોધીઓએ પણ શરૂઆતને વધુને વધુ ઉમદા અને લોકભોગ્ય બનાવવામાં, ભૂલો સુધારી આગળ વધવામાં, સીધી અને આડકતરી રીતે મદદ કરી છે.

આપણા બહુજન મહાપુરુષો ડૉ. બાબાસાહેબ, જોતિરાવ ફુલે, પેરિયાર રામાસામી, ભગવાન ગૌતમ બુદ્ધ, બિરસા મુંડા, જયપાલસિંહ મુંડા, ફાતિમા શેખ, વિગેરેના “શિક્ષિત” બનવા અંગેના વિચારોએ આપણામાં “શિક્ષણ અને સાહિત્ય” બાબતે જે ચેતના જગાડી છે, જેના પ્રતાપે આપણે આજે આ સિદ્ધિ હાંસલ કરી શક્યા છીએ, તેમને પણ હું વંદન કરું છું. 🙏💐

આજની આ ખુશીની પળમાં,

હું કૌશિક શરૂઆત,

ઉપરોક્ત તમામ મિત્રોનો, બહુજન મહાપુરુષોનો આભાર માનું છું. આપનો સહયોગ, પ્રેમ, અને આશીર્વાદ સદાય શરૂઆત પર બનાવી રાખજો. 🙏🌹

લક્ષ્ય

આપણે સૌ સાથે મળી “ગુજરાતી બહુજન સાહિત્ય” ને એટલું લોકભોગ્ય અને લોકપ્રિય બનાવીએ કે ગુજરાતના દરેક ઘરમાં “પર્સનલ લાઇબ્રેરી” બને અને દરેક ઘર “બહુજન ચેતના કેન્દ્ર” બને.

સૌનો ખૂબ ખૂબ આભાર 😘

શરૂઆત પબ્લિકેશન અને બુકસ્ટોર

8141191312

8141191311

Posted on Leave a comment

50 નવા પુસ્તકો

આપ સૌ વાચકોને જણાવતા અમને આનંદ થાય છે કે શરૂઆત બુકસ્ટોર વેબસાઈટ પર નવા 50 પુસ્તકો એડ કરવામાં આવ્યા છે. જે આપ નીચેની લિંક પર ક્લિક કરીને જોઈ શકશો, ઓર્ડર કરી શકશો.

https://sharuaatbookstore.com/shop/

Posted on

શરૂઆત જન્મદિવસ – 5 વર્ષ 5 પુસ્તકોનું વિમોચન – 1 સપ્ટેમ્બર 2022

1 સપ્ટેમ્બર 2022ના રોજ શરૂઆતને 5 વર્ષ પૂર્ણ થયા. તેની ઉજવણીના ભાગ રૂપે એકસાથે 5 પુસ્તકોનું વિમોચન રાખવામાં આવ્યું હતું.