છોકરીઓ માટે ફ્રી પુસ્તકો

0.00

458 in stock

Description

*ગુજરાતની તમામ છોકરીઓ માટે બે ફ્રી પુસ્તકો*

ઓફર 3 જાન્યુઆરી 2026 સુધી

છોકરીઓને આજે જે અધિકારો મળ્યા છે તે હિંદુ ધર્મે નથી આપ્યા કે  ના હિંદુ પુરુષોએ આપ્યા છે. આ અધિકારો “હિંદુ કોડ બિલ” થકી ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપ્યા છે. જેને છીનવવા સરકારમાં બેઠેલા અને સરકારની બહાર સમાજના ઠેકેદાર પુરુષોએ આખું ગુજરાત માથે લીધું છે.

પહેલું પુસ્તક : “હિંદુ કોડ બિલે” મહિલાઓને કુલ આઠ અધિકારો આપ્યા છે, જે તમને 1950 પહેલા ધર્મના નામે આપવામાં આવેલ નો’તા.

  1. હિંદુ વિવાહ અધનિયમ : જેમાં છોકરીઓની લગ્નની ઉંમર નક્કી કરવામાં આવી અને બાળલગ્નો પર પ્રતિબંધ આવી ગયો. આજે લગ્ન માટે છોકરીઓની ઉંમર 18 વર્ષ અને છોકરાની ઉંમર 21 વર્ષ કરવામાં આવી છે તેના પ્રતાપે જ છોકરીઓ નાની ઉંમરે લગ્નથી બચી શકી છે.
  2. વિશેષ વિવાહ અધિનિયમ : બહુપત્નિત્વ પર પ્રતિબંધ. એક પુરુષ ફક્ત એક જ સ્ત્રી સાથે લગ્ન  કરી શકે. પત્ની હોય અને બીજા લગ્ન કરે તો ગેરકાયદેસર ગણાય. વળી, છોકરો છોકરી બંને વંશાનુક્રમે ભાઈ – બહેન ,  કાકા – ભત્રીજી અથવા કાકો – ભત્રીજી અથવા ભાઈ બહેનના સંતાનો હોય તેવા લગ્નો ગેરકાયદેસર ગણાય.
  3. ગોદ / દત્તક અધિનિયમ : પહેલા ફક્ત પરિવારમાંથી બાળકો દત્તક લઈ શકતા પણ આ કાયદા બાદ કોઈપણ બાળકને દત્તક લઈ શકાય છે .
  4. હિંદુ ઉત્તરાધિકારી અધિનિયમ : હિંદુ સમાજમાં દીકરીને પપ્પાની પ્રોપર્ટીમાં ભાગ મળતો નો’તો, પતિ મૃત્યુ પામે તો પતિની પ્રોપર્ટીમાં ભાગ મળતો નો’તો. વળી જ્યાં પતિ તરફથી ભાગ મળતો તે તેના બાળક (છોકરાને) મળતો પણ પત્નીને નહિ. ટૂંકમાં હિન્દૂ સમાજમાં સ્ત્રી દીકરી, પત્ની કે મા હોય દરેક સ્ટેજ પર પુરુષ એટલે કે પિતા, પતિ અને પુત્રની ઓશિયાળી બની રહેતી. પણ ડૉ. બાબાસાહેબ આંબેડકરે પ્રોપર્ટીમાં અધિકાર આપી સ્ત્રીઓને સ્વતંત્ર બનાવી. આ કાયદાના લીધે છોકરીને પપ્પાની પ્રોપર્ટીમાં અને સાસરી પક્ષમાં પતિની પ્રોપર્ટીમાં એમ બે જગ્યાએ ભાગ મળતો થયો.
  5. નિર્બળ અને નિર્ધન પરિવારના સદસ્યોનું ભરણપોષણ : વૃદ્ધ મા બાપને લોકલાજે સાચવતા અને ઘરડા ઘર મૂકી આવતા પણ કાયદાકીય રીતે તેમને કોઈ રક્ષણ નોતું. આ કાયદાના લીધે વૃદ્ધ મા બાપ ભારણ પોષણના અધિકારી બન્યા .
  6. અપ્રાપ્તવ્ય સંરક્ષણ અધિનિયમ : બાળક 5 વર્ષનું હોય ત્યાં સુધી કસ્ટડી માતાને જ મળે, પુખ્ત ના થાય ત્યાં સુધીની જવાબદારી મા બાપની સુનિશ્ચિત કરવામાં આવી .
  7. ઉત્તરાધિકારી અધિનિયમ : હિંદુ કોડ બિલે છોકરીઓને પિતાની સંપત્તિમાં ભાઈ બરાબર સમાન ભાગ અને પતિની સંપત્તિમાં પુત્રો બરાબર સમાન ભાગ મળે તે સુનિશ્ચિત કર્યું .
  8. હિંદુ વિધવાને પુનર્વિવાહ અધિકાર અધિનિયમ : બ્રાહ્મણોએ લેખલ હિંદુ ધર્મ શાસ્ત્રો અને હિન્દૂ સમાજ, વિધવાના પુનર્લગ્ન કરાવતો નો’તો. વિધવા બન્યા બાદ આખી જિંદગી જેવું નિષ્ક્રિય અને ઉદાસ જીવન જીવવા મજબુર કરતા હતા. જયારે પુરુષોને પત્ની મરી જાય તો બીજા લગ્નની છૂટ, સંતાન ના થાય તો બીજા લગ્નની છૂટ હતી. બાબાસાહેબે આ કાયદો બનાવી વિધવા મહિલાઓને પુનઃલગ્ન માટે રક્ષણ પૂરું પાડયું .

આજે આ કાયદાઓ નષ્ટ કરવા હિંદુ પુરુષો એક થયા છે. છોકરીઓને તેમની પસંદગીના છોકરા જોડે લગ્ન ના કરવા દેવા કાયદા બનાવવા વિચારી રહ્યા છે. વળી, પિતાની પ્રોપર્ટીમાં ભાગ ના આપવો પડે તે માટે “ભાગ જોઈતો નથી” તેવી સહિ કરાવી લે છે. ઘણા કિસ્સામાં તો જમીનમાં ખાતેદાર તરીકે છોકરીઓનું નામ સુદ્ધા દાખલ કરવામાં આવતું નથી. જો સ્ત્રીઓ હજી નહિ જાગે તો પુરુષો જે તમારા ભાઈ, પતિ, પુત્રો છે તે આ તમામ હક – અધિકારો છીનવી લેશે. અને

તમને 1950 પહેલાની પુરુષોની ગુલામવાળી સ્થિતિમાં ધકેલી દેશે. જ્યાં તમે તમારી જિંદગીનો કોઈપણ નિર્ણય પુરુષની મંજૂરી વગર લઈ નહિ શકો.

બીજું પુસ્તક,

સ્ત્રીઓને શિક્ષણ આપવાની પહેલ કરનાર માતા સાવિત્રીબાઈ ફૂલે વિષે છે. ભારતની પહેલી મહિલા શિક્ષિકા વિષે છે. તમને છોકરીઓને જે શિક્ષણ મળ્યું છે તે મફતમાં નથી મળ્યું, પણ પુરુષો જોડે લડી ઝગડીને, અત્યાચારો સહન કરીને મળ્યું છે. સ્ત્રી શિક્ષણની શરૂઆત કરી ત્યારે રૂઢિચુસ્ત ચુસ્ત હિંદુઓ, ધર્મગુરુઓ, પુરુષો કેવી કેવી અડચણો ઉભી કરતા હતા તે જાણવા માટે આ પુસ્તક જરૂર વાંચો.

આ સ્ત્રીઓની લડાઈ છે. આને સ્ત્રીઓ લડે તો જ ભલીવાર આવે. કોઈપણ પુરુષ પાસે જરા અમથી અપેક્ષા રાખ્યા વગર આ લડાઈ પોતાના હાથમાં લો, જાતે આગેવાની કરો અને સ્ત્રી વિરોધી માનસિકતાવાળા પુરુષોને ધૂળ ચટાડી, તમારી આઝાદી, તમારા હક – અધિકારો સુરક્ષિત કરો, તેવી અભ્યર્થના સાથે તમારા ભાઈ તરફથી બસ આટલી જ મદદ … આ બે પુસ્તકો દરેક બહેનને ભેટ.

દરેક છોકરી આ પુસ્તકો ઓર્ડર કરે, પોતાની બહેનપણીઓને પણ મેસેજ મોકલી ઓર્ડર કરાવે. છોકરીઓ માટે પુસ્તકોનો કોઈ ચાર્જ નથી કે ના કુરિયરનો કોઈ ચાર્જ.

છોકરાઓ માટે બીજી લિંક આપી છે તેના પર રૂપિયા ભરી ઓર્ડર કરજો.

ડૉ . બાબાસાહેબ આંબેડકરે આપેલ અધિકારો બચાવવામાં શરૂઆત તરફથી આટલું યોગદાન .

શરૂઆત બુકસ્ટોર

8141191311

You may also like…