Additional information
Weight | 49 g |
---|
₹15.00
મહા સુદ સાતમ
વિ.સં. ૧૧૯૪ મહા સુદ સાતમને શનિવાર ઈ.સ. ૧૧૩૮ ના રોજ વીર મેઘમાયાએ બલિદાન આપેલું.
અને બલિદાન સાથે શરતો મુકેલી કે,
૧. નગરમાં વસવાટ માંગુ છું.
૨. અન્ય લોકો જેવા કપડાં પહેરવાની છૂટ આપો.
૩. અમારી વંશાવલી માટે બારોટ નીમવામાં આવે.
૪. આંગણામાં તુલસી અને પીપળો ઉગાડી પૂજવાની મંજૂરી આપો.
આ સિવાય લોકકથાઓ અને સંત સાહિત્યમાં પાંચમી શરત પણ મળે છે.
૫. બીજાની જેમ માણસ ગણવામાં આવે અને કેડમાં બાંધેલ ઝાંખરા અને ગળામાં ફરજિયાત બાંધવી પડતી ફૂલડી દૂર કરવામાં આવે.
મતલબ,
૯૮૫ વર્ષ પહેલાં પણ હિંદુઓ આભડછેટ પાળતા હતા. અને આજે પણ પાળે છે. પાણી પીવા જેવી બાબતમાં આજે ૨૦૨૨ માં ૮ વર્ષ નાના છોકરાની હત્યા પણ કરે છે. એટલે, હિંદુઓની અસ્પૃશ્યતા કમસે કમ ૧૦૦૦ વર્ષ જૂની તો છે જ.
અને તોય સવર્ણ હિંદુઓ ધરાર ના પાડે છે કે…. “ક્યાં છે જાતિવાદ?”, “જાતિવાદ તો અંગ્રેજો લાવ્યા.”, “ભાગલા પાડો અને રાજ કરો, અંગ્રેજોની નીતિ હતી.” એમ દિવસ-રાત જુઠ્ઠાણા ચલાવે છે.
હિંદુ ધર્મ નથી, અધર્મ છે. આમાં માનવતા, બંધુતા, દયા, કરુણા, એકતા જેવું ક્યારેય નોહતું અને આજેય નથી. હજાર વર્ષ પછી પણ અસ્પૃશ્યઓને હિંદુ તરીકે સ્વીકારવા હિંદુઓ તૈયાર નથી. સમાન અધિકાર આપતા નથી.
– કૌશિક શરૂઆત
નોંધ : બહુજન મહાપુરુષો પોલિસી મેકિંગ પર કામ કરતા હતા અને લાખો, કરોડો લોકોને વર્ષોના વર્ષ સુધી લાભ મળે તેવા કામ કરતા હતા. જે તમને વીર મેઘમાયાની શરતો પરથી સ્પષ્ટ સમજાશે.
4898 in stock
Weight | 49 g |
---|