ડૉ. લક્ષ્મણ યાદવના બે પુસ્તકો ગુજરાતીમાં

320.00

📘 પુસ્તક 1 : જાતિ ગણતરી

આ પુસ્તકમાં સમજાવવામાં આવ્યું છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી શા માટે જરૂરી છે.

  • વસ્તી ગણતરીનો ઇતિહાસ.
  • વસ્તી ગણતરીથી થતા લાભો.
  • સરકારને યોજનાઓ બનાવવામાં વસ્તી ગણતરીથી મળતી મદદ.
  • અને આજે જાતિ આધારિત વસ્તી ગણતરી શા માટે કરવામાં આવતી નથી?
  • જાતિ આધારિત વસ્તી ગણતરી ન થવાથી બ્રાહ્મણ, સવર્ણ અને પાટીદાર સમુદાયને કયા પ્રકારનો લાભ મળે છે? આ બાબત પણ આ પુસ્તકમાં સમજાવવામાં આવી છે.

ST અને SCની જાતિ આધારિત વસ્તી ગણતરી થાય છે, પરંતુ બાકીના સમાજોની થતી નથી. તેના કારણે OBC સમાજને કેટલું મોટું નુકસાન થાય છે અને બ્રાહ્મણ, સવર્ણ સમુદાયને કેટલો લાભ મળે છે, તે પણ આ પુસ્તકમાંથી સમજી શકાય છે.

📙 પુસ્તક 2 : પ્રોફેસરની ડાયરી

OBC સમાજના ડૉ. લક્ષ્મણ યાદવની આત્મકથા છે, જેમાં તેમણે પ્રોફેસર બનવાથી લઈને નોકરીમાંથી હટાવવામાં આવ્યા ત્યાં સુધી પોતાની સાથે થયેલા વિવિધ પ્રકારના જાતિગત ભેદભાવનું વર્ણન કર્યું છે.

આ પુસ્તક જણાવે છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં OBC, ST અને SC સમાજ સાથે કયા પ્રકારનો વ્યાપક જાતિવાદ થાય છે.

કોલેજ અને યુનિવર્સિટીના પરિસરોમાં થતા વિવિધ પ્રકારના જાતિગત ભેદભાવને આ પુસ્તક સમજાવે છે.

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં OBC, ST અને SC સમાજના લોકો સાથે કયા પ્રકારનો ભેદભાવ કરવામાં આવે છે તથા તેમની નિમણૂકો શા માટે કરવામાં આવતી નથી, તે પણ આ પુસ્તકમાં વિગતવાર જણાવવામાં આવ્યું છે.

ટૂંકમાં,

જે કોલેજો અને યુનિવર્સિટીઓને હિંદુ સમાજ “સરસ્વતીનું મંદિર” કહે છે, ત્યાં બ્રાહ્મણ અને અન્ય સવર્ણ સમુદાયો દ્વારા કયા પ્રકારનો જાતિગત ભેદભાવ કરવામાં આવે છે, તેને સમજવાનો આ પુસ્તક પ્રયાસ કરે છે.

ટૂંકમાં, જે કોઈ ભારતીય છે અને દેશના સામાજિક ન્યાય તથા ભવિષ્યની ચિંતા કરે છે, તેણે આ બંને પુસ્તકો અવશ્ય વાંચવા જોઈએ.

500 in stock

40 % Discount

Quantity 25 - 5000
Discount
(Per Qty)
40%

Additional information

Weight 999 g

You may also like…