Description
શ્ન
₹325.00
*મિલિન્દપ્રશ્ર્ન ( મૂળ પાલીભાષામાંથી ગુજરાતી અનુવાદ*
ગૌતમ બુદ્ધે જે ધર્મોપદેશ આપ્યો છે, તે ત્રિપિટકના ગ્રંથોમાં સંકલિત થયો છે. તેમનો ધર્મ ‘બહુજનહિતાય બહુજન સુખાય’ હતો, તેથી તત્કાલીન મગધની આસપાસના પ્રદેશોમાં બોલાતી પાલિભાષામાં તેમણે ઉપદેશ આપ્યો હતો. તેમની ધર્મવાણી પાલિભાષાના ત્રિપિટકના સાહિત્યમાં સંકલિત થઈ છે. બુદ્ધસમય પછી પાલિભાષામાં જે સાહિત્ય રચાયું તેને ‘અનુપિટક’ સાહિત્ય કહેવામાં આવે છે.
અનુપિટક સાહિત્યના આરંભકાળમાં જ પ્રસ્તુત ગ્રંથ ‘મિલિન્દપ્રશ્ન’ (મિલિન્દપંહો)ની રચના થઈ હતી. સાહિત્ય અને દર્શન બંને દૃષ્ટિએ ‘મિલિન્દપ્રશ્ન’ સ્થવિરવાદ બૌદ્ધધર્મના મહાન ગૌરવરૂપ ગ્રંથ છે. બૌદ્ધ- ધર્મમાં એવી કોઈક સંજીવની શક્તિ છે કે આજે ૨૬૦૦ વર્ષ પછી પણ તેનું માહાત્મ્ય ભારત અને ભારત બહારના દેશોમાં અક્ષુણ્ણ રહ્યું છે.
મિલિન્દ રાજા અને ભદંત નાગસેન ના સંવાદના રૂપમાં આ ગ્રંથ લખાયો છે રાજાની રાજધાની સાગલ એટલે હાલનું સ્યાલ કોટ બતાવેલ છે.
પુસ્તક ની અંદર બુદ્ધને લગતા પ્રશ્નો, આર્થિક સામાજિક, રાજકીય, મનને લગતા પ્રશ્નો, નીતિવિષયક પ્રશ્નો, ધર્મ ને લગતા પ્રશ્નો, આર્થિક પ્રશ્નો અને બૌદ્ધ દર્શન આ પુસ્તક માં આપેલ છે
1 in stock