Additional information
| Weight | 199 g |
|---|
₹95.00
હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ તહેવાર રંગબેરંગી રંગોનો તહેવાર છે. આ હિંદુઓનો મોટો તહેવાર ગણવામાં આવે છે, તહેવારોનું પણ હિંદુ ધર્મની જાતિ વ્યવસ્થાના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, રક્ષાબંધનએ બ્રાહ્મણોનો તહેવાર, ક્ષત્રિયોનો દશેરા, વૈશ્યોનો દિવાળી અને શુદ્રોનો હોળી કહેવામાં આવે છે. કદાચ તેથી જ આ તહેવારની ઉજવણીની રીતમાં ઘણી બધી ગંદકીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તહેવાર સમગ્ર ભારતમાં એક અથવા બીજા સ્વરૂપે ઉજવવામાં આવે છે.
હોળીના તહેવાર પર ગળે લગાવીને તમામ પ્રકારની દુશ્મનાવટ અને ભેદભાવને સમાપ્ત કરવા માટે એક નાટકો રચવામાં આવે છે. આખું વર્ષ હિંદુઓ જુલમ,અત્યાચાર, ખૂન, લૂંટ કરે છે અને આ અત્યાચારનો ભોગ શુદ્રો બને છે. આ પ્રસંગે,સવર્ણ હિંદુઓ અસ્પૃશ્યોને તેમના પર થયેલા અત્યાચારોને ભુલાવવા માટે ગળે મળીને ભૂલવાની સલાહ આપે છે.જેથી શુદ્રો તેનો બદલો ન લે અને તેમના પર થયેલા અત્યચાર ભૂલી જાય. અને વાસ્તવિકતા એ છે કે હોળી એ શુદ્રો પરના અત્યાચારનું સ્મારક છે.
આપણા વડવાઓએ કાયરોના કપાળ પર કલંક લગાવ્યું હતું. આજે આપણા લોકો તે કલંકના ટીકાને આદરથી પોતાના કપાળ પર લગાવી રહ્યા છે. આ કલંક એ લોકો માટે છે જે બહેન-બેટિયો ના બળાત્કારી અને હત્યારા હોય છે. હવે નિર્ણય તમારા હાથમાં છે. અપમાનના અને શોકના દિવસે તમે હોળીનો ઉજવશો કે નહીં.
7 in stock
| Weight | 199 g |
|---|