Additional information
Weight | 99 g |
---|
₹40.00
ભારતમાં જાતિઓ ( Cast In India) પુસ્તક 20 વર્ષ પહેલાં દિવંગત ડૉ. રમેશચંદ્ર પરમાર દ્વારા અનુવાદ કરી, પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આજે ફરીથી અમે ભારતીય દલિત પેંથર પ્રકાશનના માધ્યમથી તેને પુનઃમુદ્રીત કરીને આપની સમક્ષ મુકી રહ્યા છીએ .ડૉ રમેશચંદ્ર પરમાર સાહેબના ડૉ. બાબાસાહેબની શતાબ્દી વર્ષે 100 પુસ્તકો પ્રકાશિત કરવાનો સંકલ્પ કર્યો હતો. તે સંકલ્પને આગળ વધારતા તેમણે તેમની હયાતીમાં 65 જેટલા પુસ્તકો ભારતીય દલિત પેંથર પ્રકાશનના માધ્યમથી પ્રકાશિત કર્યા હતા. તે કાર્યને આગળ વધારતા અમે બાબાસાહેબની 127 મી જન્મ જયંતિ 2018 નિમિતે આમ આદમીના આગેવાન “ડૉ. બાબાસાહેબ આંબેડકર” પુસ્તક પ્રકાશિત કર્યું હતું. તે પુસ્તક આપ લોકોએ દિલ ખોલીને વધાવી લીધું હતું આપણે અત્યાર સુધી 100 પુસ્તકના સંકલ્પમાં 66 પુસ્તકો પ્રકાશિત કર્યા છે અને 67 મુ પુસ્તક “ભારતમાં જાતિઓ” પ્રકાશિત કરતા અમને આનંદ થાય છે. બાબાસાહેબના તમામ વારસદાર આ પુસ્તક વસાવશે અને વાંચશે તેવી આશા છે.
138 in stock
Reviews
There are no reviews yet.